છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે પરના ભારજ નદી પરનો પુલ તૂટી જતાં નવો પુલ બનાવવા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું
છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે ૫૬ ઉપર ભારજ નદી ઉપરનો પુલ ગઈ ૨૮ જુલાઈના ૨૦૨૩ ના રોજ બેસી ગયો હતો.ત્યારબાદ ગત ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પુલના ત્રણ પિલર સુખી ડેમના પાણી છોડાતા તણાઈ ગયા હતા. જેને લઇને જીલ્લો બે ભાગમાં વહેંચાઇ ગયો હતો.અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૩૫ કરોડના ખર્ચે પુલને મંજૂરી અપાવમાં આવી હતી.જેથી આ બ્રિજ બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂરી કરીને આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી,પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા,આવનાર ૧૮ મહિનામાં આ પુલની કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
રિપોર્ટર : મોહસીન સુરતી છોટાઉદેપુર

