વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. નંદેસરી પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ
26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યાર બાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી અબોર્શન કરાવી દીધું હતું. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી. જેથી યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બીજી તરફ નંદેસરી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

