વિસાવદરમાં ગરમીનું ભારે ઉકલાંટ બાદ થયું વરસાદનું આગમન વિસાવદર શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ભારે ગરમી ના વાતાવરણ બાદ અચાનક વરસાદનું આગમન થયું હતું . આજે સવારથી ભારે ગરમી ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા . આજે બપોર પછી લગભગ બે વાગ્યા પછી ઊકરાટ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો આ વિસ્તારમાં થોડા દિવસોથી વરસાદ ની શરૂઆત થઈ છે ત્યારે ખેતીની જમીનમાં તૈયાર થઈ રહેલો પાક નિષ્ફળ જવાની હવે પૂરી સંભાવના છે ત્યારે આ લોકો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે આવી રીતે થોડા સમયથી વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આંખો મોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે તંત્રએ ખરેખર જમીનના પાકો જે છે તેની નુકસાની માટે ખરેખર વિચારવું જોઈએ
રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

