છોટાઉદેપુર ખાતે આવેલ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં આજરોજ તારીખ Agri Rise Outreach Campનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંક કર્મચારીઓએ વિભિન્ન લોન વિશેની જાણકારી ખેડૂત ભાઈઓને આપી હતી. તથા સ્વયં સહાય સંઘની બહેનોને ખેતીવાડી તથા ડેરી માટેની ગ્રુપ લોનની જાણકારી આપવામાં આવી હતી. અને નવી લોનની અરજી પણ સ્વીકારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 25 નવા કિસાન ક્રેડિટ કાર્ડને 2 નવા સ્વયં સહાય સંઘને લોન આપવામાં આવી હતી. સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં શાખાના પ્રમુખ મનદીપ કુમાર, ગ્રામીણ વિકાસ અધિકારી નીલિમા સહારે, ગ્રાહક સેવા પ્રતિનિધિ રિયા ચૌહાણ, અતુલગિરિ, અભિષેક કુમાર, બેંક સખી જ્યોતિબેન અને તાલુકા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તેજલ બેન ઉપસ્થિત રહ્યા હતા.
previous post

