37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વરસાદી કાસની યોગ્ય સફાઈ ન થતી હોવાના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેનો આક્ષેપ

લકડી પુલ પાસે આવેલ વરસાદી કાસની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કાસની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી : વોર્ડ નંબર 13 કોંગ્રેસ ના નગરસેવક બાળુ સુર્વે નો આક્ષેપ.

વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ ખાતે ગાયકવાડ જમાના ની વરસાદી કાસ ને સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. જયારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગર નું પાણી કાંસના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાંસમાં ગટરની લાઈન નું જોડાણ કરી દેવામાં આવ્યું જેને લઈને આ કાંસમાં ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું સાથે મચ્છરોનો ઉપદ્વવ ના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે કેટલાક ઘરો ના સભ્યો બીમારીમાં સપડાયા છે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરે છે. આ કાંસની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસ નગર સેવક બાળુ સુર્વે દ્વારા જણાવ્યું…

Related posts

સગીર વયની બાળકીના લવ જેહાદના મામલે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા

admin

સાવલીમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે જીવંત પ્રસારણનું આયોજન

admin

વડોદરા શહેરમાં ગતરોજ મોડી રાતે એક કલાક પડેલ વરસાદ બાદ મનપાની પોલ ખુલ્લી પડી ગઈ

admin

Leave a Comment