Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાતના સુરતના રહેવાસી સિદ્ધાર્થ દોશીએ પોતાની લક્ઝરી કારને ‘ઓપરેશન સિંદૂર’ ના પેઈન્ટ થી રૂપાંતરિત કરી દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું

સુરત ના રહીશે પોતાની કારને ‘ઓપરેશન સિંદૂર’માં રૂપાંતરિત કરી : વડોદરા આવી પહોંચતા લોકોએ કર્યું સ્વાગત

ગુજરાતના સુરતના રહેવાસી સિદ્ધાર્થ દોશીએ પોતાની લક્ઝરી કારને ‘ઓપરેશન સિંદૂર’ ના પેઈન્ટ થી રૂપાંતરિત કરી દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. અગાઉ પણ, સિદ્ધાર્થે આ જ કારને G20 સમિટ થીમ માટે સમર્પિત કરી હતી અને બાદમાં તેને રામ મંદિર, ચંદ્રયાનના સફળ ઉતરાણ અને સ્વતંત્રતાના 75 વર્ષની અમૃત કાલની થીમ માટે પણ સમર્પિત કરી હતી.ત્યારે ‘ઓપરેશન સિંદૂર’ થી સજ્જ કાર વડોદરા માં આવી પહોંચતા વાહન ચાલકો અચરજ સાથે કાર સાથે ફોટો પડાવી ખુશી વ્યક્ત કરી હતી. મીડિયા સાથે વાત કરતા સિદ્ધાર્થે કહ્યું, “હું મારા દેશ માટે નાનું યોગદાન આપી રહ્યો છું. ગુજરાતના સુરતથી સમગ્ર ભારતમાં વાહન ચલાવીને, હું લોકોને કહેવા માંગુ છું કે આપણા દેશથી મોટું કંઈ નથી. જેને આપણે ગર્વથી ભારત કહીએ છીએ.”

Related posts

પાલિકાની વડી કચેરી ની પાછળ જ ગંદકીનું સામ્રાજય

admin

વડોદરામાં કરંટ લાગવાથી જી.ઇ.બીના કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત

admin

પતંગની દોરી માંજવા ઉપયોગમાં લેવાતો કાચનો પાવડર પોલીસે કબજે કર્યો

admin

Leave a Comment