વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ પર્યાવરણને બચાવવા હેતુ કાર્યક્રમના સંદર્ભે બેઠકનું આયોજન મેયર પિન્કી સોનીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
આગામી તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી ઉજવણી કરવામાં આવતી હોય છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ-અલગ કાર્યક્રમ યોજી વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે પણ આ ઉજવણીના ભાગરૂપે આગામી બે વર્ષમાં વડોદરા શહેરમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દર મહિને બે લાખનું વૃક્ષનું વાવેતર થાય તેવું આયોજન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ સાથે વૃક્ષારોપણ અંગે પટ્ટી તકલીફો અને તેની જાળવણી બાબતે પણ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે અને બેઠકની અંદર પર્યાવરણ પ્રેમીઓ ના સૂચનો પણ લેવામાં આવ્યા છે અને તે દિશામાં પણ ધ્યાન આપવામાં આવશે એવું મેયરે જણાવ્યું હતું. ખાસ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે અને આ કાર્યમાં તમામ સંસ્થા અને અને નાગરિકોને પણ જોડવામાં આવશે.

