વડોદરા શહેરના ગોત્રીમાં આવેલ કૃણાલ ચાર રસ્તા પાસે કેટલાક વર્ષથી ગેરકાયદેસર દબાણો હાઈ ટેન્શન લાઈનની નીચે જ કરી દેવામાં આવ્યા હતા. જ્યા અસામાજિક પ્રવૃત્તિ અને બહેન દીકરીઓની મશ્કરી પણ થતી હોય તેવી રજૂઆતો મળતા સ્થાનિકો દ્વારા આ દબાણનો વિરોધ કરવામાં આવ્યો હતો જે બાદ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી આ વિસ્તારમાં ભરાતું માર્કેટ નો સંપૂર્ણ સફાયો કરવામાં આવ્યો હતો જેથી આજુબાજુના વિસ્તારની સોસાયટીના રહીશો આજરોજ સ્થાનિક આગેવાન અને પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે સાથે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પુષ્પગુચ્છ આપી આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
previous post

