30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના દંતેશ્વર તળાવ પાસે આવેલ ભાથીજી મહારાજનાં મંદિર આંગણમાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં તળાવ પાસે આવેલ ભાથીજી મહારાજનાં મંદિર આંગણ માં સામાજીક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. ભગવાન ધનવંતરી સામે દીપ પ્રગટય કરીને કેમ્પ ની શરૂઆત કરવામાં આવી. આ મેડિકલ કેમ્પ માં તરસાલી આયુર્વેદિક દવાખાના નાં ડોક્ટર વૃશાલી શાહ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ તેમની ટીમ દ્વારા યોગ વિશે માહિતી આપી યોગ કરાવવામાં આવ્યા હતા. આ કેમ્પ માજી મંત્રી ભીખાભાઈ રબારી ની ઉપસ્થિત માં થયો હતો. આ પ્રકાર નાં કેમ્પ સામાજીક કાર્યકર પાર્થ પટેલ સમયાંતરે તરસાલી , માંજલપુર , મકરપુરા , માણેજા જેવા વિસ્તાર માં અલગ અલગ જગ્યા એ કરતા જ હોય છે જેમાં બહોળા પ્રમાણ માં સ્થાનિકો સેવા નો લાભ લેતા હોય છે. એવા માં આજરોજ દંતેશ્વર વિસ્તાર નાં મોટા ભાગ નાં સ્થાનિકોએ પણ આ સેવા નો લાભ લીધો.

Related posts

વડોદરા મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજાર ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

admin

ડભોઇ વિધાનસભામાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા ની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા 975 લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ

admin

વડોદરાના બીએલઓના સમર્થનમાં આમ આદમી પાર્ટી નેતા વિનોદ શાહ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

Leave a Comment