35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર સરકારી યોજનાઓનો લાભ મેળવી ખેડૂતો આત્મનિર્ભર બન્યાં.

ચુડા તાલુકાનાં સેજકપર ગામનાં યુવા ખેડૂત વિપુલભાઈ જેજરીયાએ આઈ-ખેડૂત પોર્ટલ થકી ટ્રેક્ટર માટેની 45000 જેવી રકમની સબસીડી મળેવીને કૃષિ પ્રધાન આપણા દેશમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋષિ બનીને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓથી ખેતી હવે નફાકારક વ્યવસાય બની રહ્યો છે.

સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આઇ ખેડૂત પોર્ટલ એ એક મહત્વપૂર્ણ પહેલ છે.

આ પોર્ટલના માધ્યમથી ખેડૂતોને ખેતી, બાગાયતી,પશુપાલન અને અન્ય વિવિધ ખેતી સંબંધિત યોજનાઓમાં સરળતાથી ઓનલાઇન અરજી કરીને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.

ત્યારે પરંપરાગત ખેતી છોડીને ચુડા પ્રાકૃતિક મોડેલ ફાર્મનાં ખેડૂત નારાયણભાઈ લકુમે આઇ ખેડૂત પોર્ટલ પર રોટાવેટરની 34000 જેટલી રકમની સબસીડી મેળવીને પપૈયાનું વાવેતર કરી ખૂબ જ સારું વળતર મેળવી રહ્યા છે.

દરેક ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી અપનાવી જોઈએ,બાગાયતી પાકોમાં આગામી ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.

પરંપરાગત ખેતી કરતાં શાકભાજી,ફળ પાકોની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મળે છે.
જેનો તમામ ખેડૂત મિત્રોને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો.

Related posts

વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થતાં સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા ખાતે AAPના કાર્યકરો વિજય સરઘસ કાઢીયુ

admin

ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત પરથી મજુર નીચે ખાબકતા ગંભીર ઈજા પહોંચી.

admin

ચોટીલામાં મહિલાઓ કેરોસીન પેટ્રોલ સાથે પોલીસ સ્ટેશને પહોંચી આ-ત્મવિલોપનની ચીમકી આપી

admin

Leave a Comment