ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો તાલુકા પંચાયત કચેરીમાં પાણી ઘુસી વધુ પરિસ્થિતિ વણસે તેવી શક્યતા દેખાઈ રહી છે.
પાણીનાં ભારણનાં કારણે ચુડા તાલુકા પંચાયતની કમ્પાઉન્ડવોલ તૂટીને નીચે પડી જવા આવી હતી.સદ્સીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
આમ છતાં ચુડા તાલુકા પંચાયત કચેરી કાર્યરત છે.અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે સ્ટાફ ખડેપગે કાર્યરત રહ્યો છે.
હવામાન વિભાગે આગામી 3 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં,
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ત્યારે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ચુડા તાલુકા પંચાયત કચેરી પાણીમાં ગરકાવ થઈ જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ તો જીવનાં જોખમે તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ અરજદારો મુખ્ય ગેટમાંથી પ્રવેશી પોતાનાં કાર્ય કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
તો બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં સાવધાની, રાખીને નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે..

