40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ બાર એસોસિએશનના તમામ વકીલો દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ

ડભોઇ બાર એસોસિએશન ના તમામ વકીલો દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.12 જૂન 2025 ના રોજ અમદાવાદ થી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા નું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તાર મેઘાણી નગર માં ક્રેશ થતા પ્લેન માં સવાર યાત્રીઓ ના મોત નિપજ્યા હતા ઉપરાંત વિમાન મેડિકલ વિદ્યાર્થીઓ ની હોસ્ટેલ ઉપર ક્રેશ થતા વિધાર્થીઓ ના પણ મોત નિપજ્યા હતા.સમગ્ર દેશ ને હચમચાવી દેતી આ ગોઝારી ઘટના મા અનેક લોકો ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. સમગ્ર દેશમાં આ ઘટના બાદ શોક ની લાગણી છવાઈ છે. ત્યારે ડભોઇ બાર એસોસિએશન ના પ્રમુખ આરીફભાઈ મકરાણી સહિત વકીલ મંડળ ના વકીલો દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો ના સ્વજનો ને આ દુઃખ ની ઘડી માં ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા ​

admin

એરપોર્ટ પરિસરમાં ઓટો રીક્ષા નાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતા રીક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

admin

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા પહેલગામના આતંકવાદી હૂમલામાં મૃત્યુ પામેલા મૃતકોના માનમાં રક્તદાન શિબિરનું આયોજન

admin

Leave a Comment