છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાનાં ગૈડેથા ગામે પાંચ મકાનો ઉપર આકસ્મિક આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મુલાકાત કરી ચેક વિતરણ કર્યા હતા.
138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાનાં ગૈડેથા ગામે પાંચ મકાનો ઉપર આકસ્મિક વીજળી પડવાથી મકાનો સંપૂર્ણ બળી ગયેલ હતા. જ્યારે આજે પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મકાનની મુલાકાત કરી હતી. અને તાત્કાલિક વહીવટ તંત્રને જાણ કરી તાત્કાલિક બોલાવી સહાય પેટે 9 લાખ 18000 જેટલી રકમ નો ચેક આપી હતી. તેમજ ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા દ્વારા તાત્કાલિક ઘર વખરી સામાન લાવા માટે 5,0000 હજાર જેટલી માતબર રકમ કેસ આપી હતી. જેમાં ઉપસ્થિત 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયતનાં પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પીન્ટુભાઇ રાઠવા, કવાંટ તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ આથા ડુંગરી જિલ્લા પંચાયતના સભ્ય જયેશભાઇ, વાંટા તેમજ સરપંચઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

