ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ગૌરવ વર્ષ નિમિત્તે ગુજરાત પરિવહન દ્વારા છોટાઉદેપુર ડેપોને 20 જેટલી બસો ફાળવવામાં આવી, જેનો આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી
છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ ગૌરવ વર્ષની ઉજવણી જ્યારે આખો દેશ કરી રહ્યો છે ત્યારે તે ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા 20 જેટલી બસો છોટાઉદેપુર એસટી ડેપોને આપવામાં આવી છે, તે બસોને આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર નગર પ્રમુખ અંકુરભાઈ પંચોલી, સહિત ના તાલુકાના અને નગરના આગેવાનો દ્વારા નવી આવેલી
બસોનું લીલી ઠંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં છોટાઉદેપુર એસટી ડેપોના મેનેજર, એ.ટી આઈ. સહિતના ડ્રાઇવર તેમજ કંડકટરો અને તમામ એસટીનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો,

