36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્રારા પુષ્પાંજલિ કાર્યક્રમ

રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે પાલિકા દ્વારા સુભાન પૂરા વિસ્તાર આવેલ ઝાંસી કી રાણી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પર ગૌરવવંદન. VMC દ્વારા રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ

વીરતા અને બલિદાનના પ્રતીક એવાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.શહેરના સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી કમિશ્નર સુરેશ તુવેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવત્સવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તૅમજ કોર્પોરેટરો સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન, તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉં’ના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી. VMC દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે. આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

રાત્રિના સમયે નેશનલ હાઇવે પર ચપ્પુની અણીએ લૂંટ કરનાર ગેંગને છાણી પોલીસે ઝડપી પાડી

admin

વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કોટલી ગામ પાસે મગર મહિલાને ખેંચી ગયો

admin

ડભોઇ-વઢવાણા રોડ પર ‘ખતરાની ઘંટી’ ચોતરિયા પાસે કેનાલે રોડનું ધોવાણ કર્યું

admin

Leave a Comment