40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી રાણી સર્કલ પર ગૌરવવંદન : કોંગ્રેસ સમિતિ દ્વારા રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ

વીરતા અને બલિદાનના પ્રતીક એવાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરાશહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.શહેરના સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવત્સવ, તથા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાપદાધિકારીઓ તૅમજ કોર્પોરેટરો, સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન, તેમની અદમ્ય હિંમત અને ‘હું મારી ઝાંસી નહીં દઉં’ના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી. VMC દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે. આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

વડોદરામાં ફરી આગનો બનાવ ગેસ લાઈનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી

admin

ડભોઇમાં રખડતા ઢોરોનો આતંક : મહુડી ભાગોળ પાસે બે આખલાઓ વચ્ચે એક કલાક સુધી જંગ

admin

ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી : કોઠી ચાર રસ્તે પ્રસાદી વિતરણ સાથે ભક્તિમય માહોલ..

admin

Leave a Comment