સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પુરજોશમાં ચાલતા મતદાન વચ્ચે મતદાન બહિષ્કારનો મામલો સામે આવ્યો છે, પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવાની માંગ સાથે ગામ આખાના લોકો માટે મતદાન થી અળગા રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી ઊંચી રહેતી હોય છે. અને લોકો ઉત્સાહભેર મતદાન કરતા હોય છે. ત્યારે પોતાના ગામમાં વિકાસના કામો થતા નથી. ગામ લોકોને રોડ રસ્તા, વીજળી પાણી ,આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોઈ પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવામાં આવે જેથી કરીને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગ સાથે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાડલીયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. એક હજાર ચાલીસ જેટલા મતદારો છે. અને બપોર સુધી એકપણ વ્યક્તિએ મતદાન કર્યું નહતું, ગામલોકોને આરોપ છે કે અત્યાર સુધી એમણે જે સરપંચોને મત આપીને સરપંચ બનાવ્યા પણ એમણે તેમના ગામ પ્રત્યે દુર્લક્ષતા સેવી છે.અમે મતદાન કર્યું નથી અને કરવાના પણ નથી, તંત્રના અધિકારીઓએ બળજબરીથી કેટલાક મતદારોને મતદાન કરાવ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
બીજી તરફ ગામના એકપણ વ્યક્તિએ મતદાન ન કરતા તંત્ર દોડતું થયું હતું, અને ગામના કેટલાક મતદારો પાસે મતદાન કરાવ્યું હતું.

