છોટાઉદેપુર ખાતે એસ.એન.કોલેજના ગ્રાઉન્ડમાં આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ 2024 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભેસિંહ તડવી અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તેમજ જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. જેમાં આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય અને ટીમલી કાર્યક્રમ સ્ટેજ ઉપર યોજાયો હતો. ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સમ્માન કરાયું હતું. અને વિવિધ યોજનાઓના લાભ પ્રજાને આપવામાં આવ્યા હતા. જ્યારે આદિજાતી મંત્રી એ પ્રજાની તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર કાયમ માટે તત્પર રહે છે. ત્યારે આદિવાસી સમાજનો વિકાસ સમગ્ર રાજ્યમાં થયો છે. ત્યારે વિરોધીઓ ખોટો પ્રચાર કરીને સરકારને બદનામ કરે છે. આદિવાસી વિસ્તારમાં પ્રજાને દરેક સુવિધાઓ અને લાભ સરકારે આપ્યા છે.એમ તેઓએ જણાવ્યું હતું.કાર્યક્રમમાં મંત્રી કુબેર ડિંડોર સાથે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત આગેવાનો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

