છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની જનતાને વરસદમાં એક બાદ એક મુસીબતનો સામનો કરી રહી છે. એજ બાજુ જેતપુર પાવી થી બોડેલી જવા માટે 4 કરોડ ના ખર્ચે બનાવેલ સિહોદ ડાયવર્ઝન ધોવાય ગયું છે તો બીજી તરફ જેતપુર પાવી થી છોટા ઉદેપુર જતાં માર્ગમાં આવતા નાળાની સાઇડની દીવાલ અચાનક ઢળી પડી. જેથી જેતપુર પાવી તાલુકો છોટા ઉદેપુર જિલ્લા મથક તથા બોડેલી તાલુકા મથકથી સંપર્ક વિહુણો બની ગયો છે. જેતપુર થી બોડેલી જવા માટે અદાજીત 35 કિલો મીટર જેટલો ફેરો ફરવાનો વારો આવ્યો છે. બીજી તરફ જેતપુર થી છોટા ઉદેપુર જવા માટે અદાજીત 45 કિલો મિટર જેટલો ફેરો ફરવાનો વારો આવ્યો છે. દિવસના સમયમાં આ ઘટના બનેલી હોવાથી રસ્તા પરથી પસાર થતા અનેક વાહનચાલકો માટે એક શંકાજનક સ્થિતિ ઊભી થઈ હતી. ઘટના બાદ તંત્ર તાત્કાલિક જોતા ઘટના સ્થળે દોડી ગયું હતું અને બચાવના ભાગરૂપે હાઈવે પરથી પસાર થતી મોટી વાહનચાલકીઓ (ટ્રક, ટ્રોલી, લારી વગેરે) માટે રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને સુચના આપવામાં આવી રહી છે કે તેઓ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. તંત્ર દ્વારા ફરીથી દિવાલનું નિરીક્ષણ કરીને તેનો મજબૂત ઢાંચો ઉભો કરવાની તૈયારી શરૂ કરે એવી માંગ ઉઠી છે

