30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગીર - ગઢડાગીર સોમનાથ જિલ્લો

ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગ્રામ પંચાયતની ચુટણીમાં વેવાણ સામે વેવાણની જીત

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં બે વેવાણો વચ્ચે સરપંચ ની ચું lટણી નો જંગ જામ્યો હતો જેમાં જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ કરતા ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવી દીધા છે. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે. જયાબેન ડાંગોદરાની પેનલે એક અનોખી પહેલ કરી અને વેવાણ સામે વેવાણ ની જીત મેળવી છે

ત્યાર બાદ ચૂંટાયેલા તમામ ઉમેદવારો ઉના ગીર ગઢડા મત વિસ્તાર ના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના કાર્યાલય ખાતે ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉના ગીર ગઢડા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ તમામ ચૂંટાયેલા ઉમેદવારો ને શુભેચ્છા પાઠવી હતી અને ગામમાં તેમજ ચૂંટાયેલા ઉમેદવારો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રીપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરીના કૌભાંડ

admin

ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે બોક્સ કલવટ કામનું નિરીક્ષણ કર્યું

admin

વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન બદલ કાર્યવાહી

admin

Leave a Comment