27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરાના સાવલીમાં સંવિધાનની હત્યા સમાન કાળા દિવસની ઉજવણી કરાઈ

સાવલીના કે જે કેમ્પસના ઓડિટોરિયમ માં ભાજપાજિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતા માં 1975 ની સાલમાં લોકશાહીદેશ ના સંવિધાન ની હત્યા સમાં કટોકટી લાદયાં ના 50 વર્ષ ની પૂર્ણાંહુતી એ કાળાદિવસ ની ઉજવણી કરાઈ

25 જૂન 1975 ની સાલમાં વિશ્વની સૌથીમોટી લોકશાહી ના ભારતદેશમાં જેતે સમયે કોંગ્રેસ ની સરકાર એ પોતાના સ્વાર્થ માં સત્તા લાલસા એ ભારતીય ન્યાયતંત્ર ના ચુકાદા ની અવગણના કરી કટોકટી લાદી હતી જેની 50 વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે સાવલી ના કેજે કેમ્પસમાં આવેલ ઓડિટોરિયમ ના હોલમાં વડોદરાજિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ની અધ્યક્ષતા માં કાળાદિવસ ની ઉજવણી માં નિંદા સખતકરી વક્તાઓ એ કટોકટીના કાળા કાળમાં જનતા ને પડેલી તકલીફો થી નવી પેઢી ના યુવાઓ ને માહિતગાર કર્યા હતા આપ્રસંગે ભાજપા જિલ્લાપ્રમુખ રશીકભાઈ પ્રજાપતિ, જિલ્લાપંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વમહામંત્રી રમેશભાઇ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત નગર તાલુકા જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિતરહ્યાં હતા

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને લઈને અનુસૂચિત જાતિ વિભાગની મહત્વપૂર્ણ બેઠક

admin

શ્રી વર્ષીતપ ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી

admin

રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી કચોરી ચાટમાં વંદો મળી આવતા ખોરાકની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા

admin

Leave a Comment