શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી જૈન સંઘ માં શ્રી ઋષભદેવ પરમાત્મા એ કરેલ ૪૦૦ દિવસ ના વર્ષીતપ ની જેમ શ્રી સંઘ માં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ની અસીમ કૃપાથી અને ગત વર્ષે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નયચંદ્રસાગર મહારાજ ના શિષ્ય એવા મુનિરાજ શ્રી સંભવચંદ્ર સાગર મહારાજ સાહેબ ની પ્રેરણા થી શરૂ થયેલ શ્રી વર્ષીતપ ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી હતી . જેમાં મુખ્ય દાતા શ્રી મનહરભાઈ ભોગીલાલ શાહ તેમજ શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર ખાસ ઉપસ્થિત રહી સતત ૧૦ મા વર્ષીતપ, ૫ માં વર્ષીતપ અને ૩ જા વર્ષીતપ ની સાથે પ્રથમ વર્ષીતપ કરનાર કુલ ૧૨૦ તપસ્વીઓની ખૂબ જ અનુમોદના કરી પ્રોત્સાહન આપ્યું હતું.
અન્ય દાતા ઓ ની સાથે સંઘ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી વિપીનભાઈ તેમજ શ્રી મહેશભાઈ, શ્રી નયનભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી નૈષધભાઈ સાથે વૈયાવચ માટે ખડે પગે સતત ઊભા રહેનાર શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી અમિતભાઈ, શ્રી પારસભાઈ, શ્રી જીગ્નેશભાઈ, શ્રી કેયુરભાઈ, શ્રી મનીષભાઈ તેમજ સંઘ અનેક ભાઈઓ તેમજ બહેનો ની શ્રી સંઘ અનુમોદના કરે છે .

