40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મચ્છી પકડવા ગયેલ પ્રવીણભાઈનું પાણીમાં મગર ખેંચી લઈ જતા મોત નીપજ્યું હતું તેઓના પરિવારને સહાય માટે ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે દસમી જુલાઈના રોજ નદી કિનારે ગામના પ્રવીણભાઈ મચ્છી પકડવા જતા મગર ખેંચીને પાણીમાં લઈ જઈ મોત નિપજ્યું હતું તેઓના પરિવારને સહાય માટે તે માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા કાર્યવાહી કરી હતી આજરોજ ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે 10 મી જુલાઈના રોજ પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી નદી કિનારે માછલી પકડવા ગયા હતા તે દરમિયાન મગરે તેઓને પકડી પાણીમાં ડુબાડી મોત નિપજાવ્યું હતું આ બનાવવા અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય મળે તે માટે આગળની કાર્યવાહી ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભે જે ભોગ બનનારના પરિવારના પત્ની તખીબેન પ્રવીણભાઈ તડવીને આજે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ના હસ્તે અને મામલતદાર શ્રી ડી વી ગામીત ફોરેસ્ટ અધિકારી જીતેન્દ્રજી બારોટ ટીડીઓ તેજલબેન રાણા વિગેરે આગેવાનો ની ઉપસ્થિતિમાં રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Related posts

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલીઓ સાથે એક ઇસમને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૬,૦૫,૭૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ-૦૩ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ……

admin

વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલ જંબુબેટ રામ વે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરોને લઈ સ્થાનિકો પરેશાન

admin

વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર

admin

Leave a Comment