જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને ધિરજ હોસ્પિટલ પીપરીયા દ્વારા આજે સબ જેલ છોટાઉદેપુર ખાતે બંદીવાન ભાઈઓ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એમ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન તેમજ સબજેલ સુપ્રિટેન્ડેન્ટ ડી.કે પરમાર સાથે સંકલન હેઠળ યોજવામાં આવેલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ધિરજ હોસ્પિટલ પીપરીયાની નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વિવિધ બીમારીઓનું સ્ક્રિનીગ કરી જરૂરી તપાસ અને સારવાર આપવામાં આવી હતી. જેમાં ધિરજ હોસ્પિટલ પીપરીયા તેમજ જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલાજા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના ડો.કુલદીપ રાઠવા તથા છોટાઉદેપુર ના વાલસિંગભાઈ રાઠવા,જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા અને અનિલભાઈ સુતરીયા સહિત ની ટીમ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ માં સેવાઓ આપવા માં આવી હતી. સર્વરોગ નિદાન કેમ્પ માટે ઇન્ચાર્જ સબજેલ સુપ્રિટેન્ડેન્ટ જે.આર શામળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

