છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના 60 થી વધુ ગામોના ખેડૂતોએ જંગલની જમીનના દાવા ફાઈલોની રજૂઆત આવી હતી. જે રજૂઆત ના પગલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ તેઓના જન સંપર્ક કાર્યાલય વસેડી મુકામે વન વિભાગના અધિકારીઓ ડી.સી.એફ વિષ્ણુ દેસાઈ, છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા, આરએફઓ વિઠ્ઠલ રાઠવાની હાજરીમાં ખેડૂતો સાથે બેઠક યોજી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. અને ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તે બાબતે સાંસદ જશુભાઈ રાઠવાએ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

