પ.પૂ.પા ગોસ્વામીશ્રી ૧૦૮ ડો.વાગીશકુમાર મહારાજશ્રી ના આશીર્વાદ દ્વારા સંખેડા દશાલાડ મહિલા સમાજ,વડોદરા દ્વારા 8 માર્ચ વુમન્સડે ના દિવસે જબુગામની સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે ફૂલફાગ મનોરથ સાથે હોળી રસીયા નો સુંદર કાર્યક્રમ સમાજના મહિલા પ્રમુખ શ્રીમતિ ઉષાબેન પરીમલભાઈ શાહ (સંખેડાવાળા)ના આયોજન હેઠળ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે સમાજની ૧૨૫ જેટલી મહિલાઓ વડોદરા થી જબુગામ મુકામે આવી હતી.જબુગામ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિશા પોરવાડ નારી શક્તિ,વડોદરાના ચેરમેન શ્રીમતી નયનાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એ પ્રસંગે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી ઠાકોરજી ના રાજભોગમાં ફુલફાગના સુંદર મનોરથના દર્શનનો ઉપસ્થિત વૈષ્ણવોએ લાભ લીધો હતો.સાંજે મહિલાઓ દ્વારા વ્રજ હોળી રસીયા નું ગાન કરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું.”તેરે લાલાને રંગ ડાલા મૈયા તેરે લાલાને રંગ ડાલા” ઉપસ્થિત વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા કરી વૃંદાવન-બરસના-નંદગામ રાધા-કૃષ્ણ ની યાદમાં અનેરો રસીયા મહોત્સવ યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમ ની અંદર સમસ્ત વૈષ્ણવ સમાજ,જબુગામ ઓત પ્રોત સાથે જોડાયેલ રહેલ વડોદરાથી આવેલ સમાજની મહિલાઓ માટે સુંદર પ્રસાદીની અને અલ્પાહારની વ્યવસ્થા વૈષ્ણવ સમાજ,જબુગામ દ્વારા રાખવામાં આવી હતી.આપના સમાજમાં સ્ત્રીને એક શક્તિ તરીકે માનવામાં આવે છે.સ્ત્રીએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.નારી એટલે સમાજનો દર્પણ,નારી એટલે પ્રેમની ભક્તિ એમ વુમન્સડે ના દિવસે સંખેડા દશાલાડ સમાજ,વડોદરાની સમસ્ત મહિલાઓ દ્વારા પોતાના પ્રવાસ અંતર્ગત આ ધાર્મિક કાર્યક્રમનું યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવાસ દરમ્યાન તેઓની સમગ્ર મહિલા સભ્યો દ્વારા પાવીજેતપુર ના ડુંગરવાટ મુકામે નૈસર્ગીક વાતાવરણમાં આવેલ સુખી ડેમની મુલાકાત લીધી હતી. જબુગામ મુકામે સુંદર વ્યવસ્થા કરવા બદલ સંખેડા દશાલાડ સમાજ,વડોદરાના મહિલા પ્રમુખ ઉષાબેન શાહ દ્વારા સમસ્ત વૈષ્ણવ સમાજ,જબુગામનો તેમજ હવેલીના અધિકારી,મુખ્યાજી વાડીના પ્રમુખ સમાજના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો આપ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મોહસીન સુરતી છોટાઉદેપુર

