વિસાવદર વિધાનસભા 87 ની રસા કસી ભરેલી ચૂંટણી પછી વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા એ વિસાવદર તેમજ જૂનાગઢ જિલ્લાના તમામ પત્રકાર મિત્રોને એક શુભેચ્છા મુલાકાત નું આયોજન સ્ટેશન રોડ પર આવેલ લોટસ હોટેલમાં કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ગોપાલભાઈ ઇટાલીયા ને પુષ્પગુચ્છો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . ત્યારબાદ ગોપાલભાઈએ પત્રકાર મિત્રોને સંબોધ્યા હતા અને જણાવ્યું હતું કે મારી આ સફળતા પાછળ પત્રકાર મિત્રો અને રાજકીય આગેવાનો વગેરેનો પૂરો સાથ સહકાર હતો હું પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરું છું સાથે પત્રકાર મિત્રોએ પણ ગોપાલભાઈ ઇટાલીયા સાથે પ્રશ્નોત્તરી કરી હતી આમ જુનાગઢ ખાતે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા ની પત્રકાર મિત્રો સાથેની શુભેચ્છા મુલાકાત સંપન્ન થઈ હતી રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

