ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂની હેરાફરી પુરજોશમાં ચાલે છે,ત્યારે વડોદરાના કરજણમાં લાકોદરા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે પર એલસીબી દ્વારા ચેકિંગ દરમિયાન ભરૂચથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી 25 લાખનો દારૂ અને બિયરની હેરાફેરી ઝડપી પાડી હતી.તપાસમાં કુલ 35.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,જેમાં કન્ટેનર,બે મોબાઇલ અને જીપીએસ સિસ્ટમનો સમાવેશ થાય છે. આરોપી ચાલક રમેશ મિશ્રાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,વાપીમાં રહેતા સંતોષ સરોજે કન્ટેનર મોકલ્યું હતું.આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

