35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એમ.એચ.જાદવ પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી.નાઓની સુચનાથી એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત આધારે આદિતકુમાર સુબીરભાઇ વિશ્વાસ ઉ.વ-૫૫ ધંધો-મેડીકલ પ્રેકેટીસ હાલ રહે-ઝોઝ હોળી ફળીયા,એસ.બી.આઇ.બેન્કની સામે તા.જી.છોટાઉદેપુર મુળ રહે-દાસપારા પોસ્ટ-ફુલતલા તા.હાબડા જી.૨૪ પ્રગ્ના વેસ્ટ બંગાળ પીન નં-૭૪૩૨૬૩ વાળો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ખાતે કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ મળી ફુલ.કિ.રૂ ૧૫,૮૬૭/- મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મેડીકલ પ્રેકટીસ કરતા મળી આવતા સદરના વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી ઝોઝ પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

Related posts

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામે ચોકડી ઉપર જાહેર રોડ ઉપરદારૂની હેરાફેરી

admin

જેતપુર પાવી તાલુકાના શિહોદ ગામે ભારજ નદી ઉપર નેશનલ હાઇવેનું ૨.૨૮ કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન પાંચ મહિનામાં તુટી ગયું

admin

આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે 200 બાળકોને રેનકોટ છત્રી તેમજ બિસ્કીટ ચોકલેટ તેમજ અપંગ વ્યક્તિને ધોળી નું વિતરણ કરવામાં આવ્યું

admin

Leave a Comment