Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

અમદાવાદ શહેરમાં બની રહેલ ગુનાને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઈમ કોંફરન્સનું આયોજન કરાયું

અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે શહેર સીપી જી એસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર એસીપી, ડીસીપી, અને તમામ પીઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોંફરન્સમાં શહેર પોલીસની કામગીરી, શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેકટને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.

પોલીસ કોંફરન્સની વાત કરીએ તો પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજવતા હાલ જૂન 2025 સુધી લોકભાગીદારીથી આશરે 22 હજાર ઉપર સીસીટીવી કેમેરા લાગી ગયેલ છે અને પ્રોજેકટ 2 મુજબ સીસીટીવીની ફીડ લોકલ પોલીસ સ્ટેશન અને કન્ટ્રોલ રૂમમાં મળી શકે તે માટેની સ્થિતિ જોતા હાલ 3088 સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને 2963 કંટ્રોલ રૂમ ને મળી રહી છે. સીસીટીવી ના લીધે ચોરીઓ, લૂંટ જેવા ગુનાઓને ઉકેલવામાં પોલીસને ઘણી સફળતાઓ મળી છે. એટલે એમ કહી શકાય કે 100% પોલીસનું ડિટેક્શન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વધુ શું ફેરફાર જોવા મળ્યા તેની વધુ વિગર શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા આપવામાં આવી હતી.

Related posts

અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાં જ ક્રેશ થયું

admin

છોટાઉદેપુર – અમદાવાદ G.S.R.T.C. બસની અડફેટે આવતા 8 વર્ષના બાળકનું મો-ત

admin

અમદાવાદથી પીર ભડિયાદ સુધી પગપાળા ભવ્ય મેદનીનું પ્રસ્થાન

admin

Leave a Comment