Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવીની ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઇસ્કુલમાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ અને મેલરીયા વાહક જન્ય રોગ અંતર્ગત પ્રોગ્રામ યોજાયો.

જેતપુર પાવી તાલુકા ખાતે આવેલ ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઇસ્કુલ પાવીજેતપુર ખાતે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર શ્રી વિનોદભાઈ ડી વણકર ,MTS શ્રી જીગ્નેશ ભાઈ સુતરીયા,CHO ઠાકોર કિશન કુમારી એસ MPHW પ્રકાશભાઈ મકવાણા FHW સંગીતાબેન , વીણાબેન અને, આશા મંજુલાબેન અને હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચંપકભાઈ કે રાઠવા તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ શાળામા ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ ડી વણકર દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો ઝીણો તાવ આવો ગળફામાં લોહી પડવું નિદાન માં એક્સરે ની તપાસ કરવી ગળફાની તપાસ કરાવી સારવાર અને નીક્ષય પોષણ યોજના હેઠળ આપવામાં આવતી સહાય અને ટીબી મુક્ત ભારત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી નું આયોજન પણ થયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મેલેરિયા વાહક જન્ય રોગ વિશે અને પોરા દર્શન તેમજ રસીકરણ માટેની પણ માહિતી આપવામાં આવી આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને તડામાર તૈયારીઓ ચાલુ

admin

છોટાઉદેપુર નગરમાં નવનિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ નિરીક્ષણ કર્યું.

admin

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે બજેટ લક્ષી સામાન્ય સભા યોજાઈ સર્વાનું મતે ઐતિહાસિક બજેટ મંજૂર કરવામાં આવ્યું

admin

Leave a Comment