છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળી, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાની, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન બરજોડની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભા યોજાઇ હતી. 19 જેટલા અલગ અલગ એજન્ડાઓ ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સાથે આ સામાન્ય સભાની અંદર ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજિત 60 કરોડ 1,33,546નું બજેટ રજૂ કરાયું હતું. જે બજેટને સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું. નગરની અંદર વિકાસના અલગ અલગ કામો લેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા એમ્બ્યુલન્સ ખરીદવા માટે આ બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે યુવાનો માટે નવીન જીમ માટે બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એમ અલગ અલગ વિકાસના કામોને લઈને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બજેટ સર્વાનું મતે મંજૂર થયું હતું.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

