35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

શાળામાં ભણતા કેટલીક બાળકો પોતાના નામને પણ લખી શકતા નથી કે પોતાના પાઠય પુસ્તકને વાંચી શકતા

છોટાઉદેપુર જિલ્લામાં દિવસેને દિવસે શિક્ષણ સ્તર કથળતું જઈ રહ્યું છે. કેટલીક શાળામાં ભણતા બાળકો તો પોતાના પાઠય પુસ્તકને વાંચી શકતા નથી. પોતાના નામને પણ લખી શકતા નથી. આવી જ શાળાની મુલાકાત ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવા એ લીધી હતી.

કવાંટ તાલુકામાં આવેલ નવલજા ગામની મુલાકાત માટે પીન્ટુ રાઠવા શાળા એ પહોંચ્યા હતા. શાળાના દરવાજો ખુલ્લો હતો. પણ શાળાના વર્ગ ખંડ પર તાળા લટકી રહ્યા હતા. બે માળની શાળાના તમામ વર્ગ ખંડ બંધ હતા. પીન્ટુ રાઠવા બે માળ પર પહોંચ્યા તો એક વર્ગ ખંડમાં પહોચતા જ ચોકી જવાઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ એક વર્ગ ખંડમાં 1 થી 8 ધોરણના 140 જેટલા બાળકો ધેટાં બકરાની માફક બેસાડવામાં આવ્યા હતા. જ્યાં શ્વાસ પણ લેવું મુશ્કેલ લાગી રહ્યું હતું. એક શિક્ષક અને એક શિક્ષિકા બારી પાસે બેસેલા જોવાયા હતા. પીન્ટુ રાઠવાએ આ બાબતે પૂછતા જણાવ્યું કે બાળકોની હાજરી પુરવા માટે અહીં લાવવામાં આવ્યા છે. ચારના મહેકમ સામે બે જ શિક્ષક હાજર તે બાબતે પૂછતા ગોળ ગોળ જવાબ આપ્યો. જ્યારે બાળકોને વાંચતા લખતા આવડે છે, તે બાબતે ચકાસણી કરતા એક પણ બાળકો વાંચી કે લખી શક્યો નહીં. જે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, તેમનું પણ જ્ઞાન ચકાસવાનું મન થયું પીન્ટુ રાઠવાને કેટલાક સવાલો પૂછ્યા જે યોગ્ય રીતે આપી શકયા નહીં
.

સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી બાળકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે વાતને નકારી પણ ના શકાય કારણ કે જે સ્કૂલ પર પીન્ટુ રાઠવા પહોંચ્યા ત્યાં લાખો ના ખર્ચે અધ્યતન મોડલ શાળા બનાવવામાં આવી છે. પરંતુ આ શાળાની મુલાકાત લીધી તો આશ્ચર્ય પ્રમાણેની વિગત સામે આવી. 11 ના મહેકમ સામે ફકત 4 જ શિક્ષકો હાજર જોવાયા હતા. આ શાળામાં આઠમાં ધોરણ સુધી બાળક કેમ પહોંચ્યો તે સવાલ ઉઠ્યો હતો. બાળક પોતાનું નામ નથી લખી શકતો. અનેમાં 67 લખવાનું જણાવ્યું તો 66 લખ્યું. પોતાના જિલ્લા છોટાઉદેપુરનું નામ લખી ના શકયા. આઠમાં ધોરણના વિધાર્થી પોતાનું પાઠય પુસ્તક વાંચી ન શક્યો. એટલે સુધી કે પોતાનું નામ પણ લખી શકતા ન હતા.

આજ શાળા ના બીજો વર્ગ ખંડ કે જ્યાં બોર્ડ પર 2 તારીખની જગ્યા એ 1 તારીખ લખવામાં આવી હતી. ગુજરાતી મિડિયમની આ શાળામાં અંગ્રેજી અને ગુજરાતી માં આંકડા લખવામાં આવ્યા હતા. અંગ્રેજી 2ના આંકડાને ગુજરાતીના 2 અંક લખવામાં આવ્યો હતો. આ બાબતે જ્યારે શિક્ષકને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે બાળકો જે રીતે સમજી શકે છે, તે રીતે સમજાવીએ છીએ. હવે અહીંના પણ શિક્ષકોના જ્ઞાનની તપાસ કરી તો જવાબ આપવાની જગ્યા એ ફકત વિચારતાજ રહી ગયા. તાલુકા પંચાયતના કારોબારી અઘ્યક્ષ આવના છે, તે બાબતની જાણ વાલીઓને થતા તેવો પણ શાળા પર આવ્યા હતા.બાળકો સાથે અભ્યાસ બાબતની જે પૂછપરછ કરી હતી. તે પણ વાલીઓએ નિહાળી હતી. જેને લઇ કેમ કરી બાળકો તેમનું ભાવિ ઉજ્જવળ કરશે તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

સમલવાંટ ગામની શાળાના મુખ્ય શિક્ષક તેમની ભૂલ પણ સ્વીકારી અને જે બાળકોનું શિક્ષણ કાચું છે, તેમને હું ભેગા કરીશ અને ભાણવીશ.

બાળકોને તેમના વાલીઓ ભાવિના ઘડતર માટે શાળાએ મોકલતા હોય છે. પણ છોટાઉદેપુરની કેટલાય શાળામાં આવતા બાળકોને યોગ્ય શિક્ષણના અભાવે સ્થિતિ દયનીય બની ગઈ છે. જેના જવાબદાર ફકતને ફક્ત શિક્ષકો કે જેમની જવાબદારી છે, બાળકોના ભાવિના ઘડતરની

મશ મોટા પગાર મેળવતા શિક્ષકો પોતાની જવાબદારી ચૂકી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આવાજ શિક્ષકો છોટાઉદેપુર જીલ્લાના બાળકોને ભણાવશે તો શિક્ષણ સ્તર કેમ ઉપર આવશે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રિ મોન્સૂન ની કામગીરી તંત્ર દ્વારા ના કરવામાં આવતા નસવાડી કાંધા રોડ ઉપર વરસાદમાં વૃક્ષોની ડાળીઓ તૂટીને નમી પડતા ભારધારી વાહનો નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.

admin

ડેરિયા ખાતે આંગણવાડી તેમજ કોસુમ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરાયું

admin

છોટાઉદેપુર જિલ્લાના કૂકાવટીમાં લો લેવલ કોઝવેના સ્લેબનું વેરિંગ કોટ ધોવાઇ ગયું.

admin

Leave a Comment