‘બમ બમ ભોલેના નાથ’ના જયકારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ
અતિ પવિત્ર અને ખુબ જ કઠિન માનતી અમરનાથ યાત્રાની આજથી શરૂઆત થઈ છે,આજે પ્રથમ જથ્થો બાલતાલ અને નુનવાનના બેસ કેમ્પમાંથી શરુ થયો હતો.આ યાત્રા જમ્મુ-કાશ્મીરના દક્ષિણ હિમાલયમાં આવેલ 3,880 મીટર ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફા સુધી લઈ જાય છે, જ્યાં કુદરતી રીતે બનેલ બરફનો શિવલિંગ દર્શન થાય છે.અમરનાથ યાત્રાને લઇ અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાહદારીઓ માટે પૂરતી વ્યવસ્થા છે. આજે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે યાત્રા આરંભી છે. યાત્રા દરમિયાન તબીબી ટીમો, સુરક્ષા દળો અને વોલન્ટિયર્સ સતત સેવામાં રહેશે.

