લગભગ 5 વર્ષ બાદ કૈલાસ માનસરોવર યાત્રા ગઈકાલ થી શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે પહેલા કોરોનાને કારણે, ત્યારબાદ ગલવાન ઘાટી પર ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને કારણે યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સંબંધો સુધરતાં અંતે આ યાત્રા શરુ થઇ છે. મહત્વનું છે કે કૈલાશ માનસરોવર ભગવાન શિવના નિવાસના રૂપમાં હિંદુઓ માટે મહત્વપૂર્ણ છે જ સાથે અહીં જૈન અને બૌદ્ધ લોકો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે.ત્યારે પાંચ વર્ષ બાદ સિક્કિમના નાથુલા પાસેથી યાત્રીઓનું પ્રથમ જૂથ પહોંચ્યું કૈલાશ પર્વત પહોંચ્યું હતું.

