ચાર ધામોમાં એક ધામ છે બદ્રીનાથ ધામ,બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુની શાલિગ્રામથી બનેલી ચાર ભુજાવાળી મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુના નર-નારાયણ સ્વરૂપનું તપસ્યા સ્થળ છે.“જો જાયે બદ્રી, વો ના આયે ઓદરી,” જેનો અર્થ એ છે કે જે વ્યક્તિ બદ્રીનાથ ધામમાં ભક્તિભાવથી પૂજા કરે છે તેને ફરીથી જન્મ લેવાની જરૂર નથી,ત્યારે આજરોજ કેદારનાથ ધામ બાદ બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા,આખા મંદિરને ફૂલોથી ભવ્ય શણગારવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિર અને શ્રધ્ધાળુઓ પણ હેલિકોપ્ટર દ્વારા ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.દરવાજા ખુલતા જ ભક્તોએ પૂજા કરી અને ભગવાન બદ્રીવિશાલના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.બદ્રીનાથ ધામને ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને તેને પૃથ્વીનું ‘વૈકુંઠ’ કહેવામાં આવે છે.

