છોટાઉદેપુર જિલ્લાના Lead District Manager (LDM) દ્વારા વિરપુર ગ્રામ પંચાયત ખાતે SBI ના સહયોગથી Financial Inclusion Campનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના Lead District Manager (LDM) દ્વારા વિરપુર ગ્રામ પંચાયત ખાતે (SBI)ના સહયોગથી Financial Inclusion Campનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને વધુમાં વધુ લાભાર્થીઓના નોંધણી ફોર્મ ભરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ગામના સરપંચ,તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા,LDM પિનાકીન ભટ્ટ,SBI બ્રાન્ચ મેનેજર ઝોઝ મહેશ રાઠવા,તલાટી, બેંકના અધિકારીઓ અને LDM ઓફિસના સભ્યોએ ઉપસ્થિત રહી લોકોમાં નાણાકીય સશક્તિકરણ અને સેવિગ સંસ્કૃતિ અંગે જાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વસ્તીમાં નાણાકીય સમાવેશિતા વધારવો અને સમાજના અંતિમ માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવી હતો.

