33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશનનું લોકાર્પણ

છોટાઉદેપુરમાં રમતગમત પ્રેમીઓ માટે આનંદના સમાચાર! છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશનનું લોકાર્પણ આજે સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

૧૫મા નાણાપંચની અનટાઇડ ગ્રાન્ટ ૨૦૨૨-૨૩ હેઠળ ૪૧ લાખ રૂપિયાના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અપગ્રેડેશન કરવામાં આવ્યું, જે રમતવીરો અને યુવા ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવશે. આ અપગ્રેડેશનથી ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને નવું રૂપ આપવામાં આવ્યું છે, જેમાં રમતગમતની પ્રવૃત્તિઓ માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન કોર્ટ , ટેબલ ટેનિસ , કેરમ અને ચેસ જેવી રમતો રમવા માટે સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકાર્પણ સમારોહમાં સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત સત્તાધીશો અને નગરજનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Related posts

આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં જીવ ના જોખમે શિક્ષકો અને બાળકો શાળામાં આવવા મજબુર

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી

admin

છોટાઉદેપુરના વચલીભીત ગામે નવી વસાહત ફળિયા પાસે આવેલ ચેક ડેમના પાણીના ગરનાળા માંથી એક અજાણ્યા ઇમની લાશ મળી આવી

admin

Leave a Comment