30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશનનું લોકાર્પણ

છોટાઉદેપુરમાં રમતગમત પ્રેમીઓ માટે આનંદના સમાચાર! છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશનનું લોકાર્પણ આજે સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

૧૫મા નાણાપંચની અનટાઇડ ગ્રાન્ટ ૨૦૨૨-૨૩ હેઠળ ૪૧ લાખ રૂપિયાના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અપગ્રેડેશન કરવામાં આવ્યું, જે રમતવીરો અને યુવા ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવશે. આ અપગ્રેડેશનથી ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને નવું રૂપ આપવામાં આવ્યું છે, જેમાં રમતગમતની પ્રવૃત્તિઓ માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન કોર્ટ , ટેબલ ટેનિસ , કેરમ અને ચેસ જેવી રમતો રમવા માટે સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકાર્પણ સમારોહમાં સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત સત્તાધીશો અને નગરજનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Related posts

ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા આદિવાસી સમાજ માટેનો પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો

admin

છોટાઉદેપુર જિલ્લામાં દિવસે અને દિવસે શિક્ષણ સ્તર જઈ રહ્યું છે નીચે

admin

છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો ઓરસંગ નદી પર બ્રિજ જર્જરીત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા જિલ્લા કલેકટરને કરી રજૂઆત

admin

Leave a Comment