35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લામાં દિવસે અને દિવસે શિક્ષણ સ્તર જઈ રહ્યું છે નીચે

છોટાઉદેપુર જિલ્લામાં દિવસે અને દિવસે શિક્ષણ સ્તર નીચે જઈ રહ્યું છે. જેનું કારણ શિક્ષણમાં અવ્યવસ્થા જોવાઈ રહ્યું છે. કેટલાક શાળામાં શિક્ષકોની ધટ છે. જેને લઈ બાળકોને પાયાનું શિક્ષણ નથી મળતું. આજે સ્થિતિ એવી છે, કે બાળકોને 1 થી 100 આંકડા પણ નથી આવડતા જો આ સ્થિતિ રહે છે, કેમ કરી ભણશે ગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાં 1700 જેટલા શિક્ષકોની ધટ છે. જે બાબતે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી એ શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યો છે. કેટલીક શાળા તો જીરો શિક્ષકથી ચાલે છે. આ એ શાળામાં અન્ય શાળાના શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવવા આવે છે. જે એ કઈ જે શિક્ષક આવે છે. તેની શાળાના બાળકો પણ શિક્ષણથી વંચિત રહે છે. આવી જે એક જીરો શિક્ષક વાલી શાળાની સ્થિતિ જોવા અમારી ટીમ ત્યાં પહોંચી હતી.

નસવાડી તાલુકાના ચામેઠા ગામની શાળા અતિ પૂરાણી છે. પતરા જર્જરીત બન્યા છે. દીવાલો પર તિરાડો પડી છે. કમ્પાઉન્ડની દિવાલો પડુ પડુ થઈ રહી છે. કેટલીક તો પડી પણ ગઈ છે. દીવાલોમાં પડેલ ગાબડા માંથી કેટલાક બાળકો પસાર થતા હોય તેવું પણ જોવાયું.બાળકો સ્કૂલને સફાઈ કરતા પણ જોવાયા. બાળકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. શૌચાલયની પણ વ્યવસ્થા નથી.આ સ્થિતિને લઈ સીધી બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે.  શિક્ષણ કાર્યના અભાવ હોવાનું વાલીઓનું કહેવું છે. હાલ તો કેટલાક વાલી ઓ તેમના બાળકો ને જીવ નું જોખમ પણ ખેડવી રહ્યા છે. સાથો સાથ તેમનું એવું પણ કહેવું છે, કે જર્જરીત શાળાને લઈ કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોણ લેશે

હાલ ચોમાસાના શાળામાં દિવસેને દિવસે સંખ્યા ઘટી રહી છે. ગામ માં જ શાળા હોવા છતાં વાલીઓ અન્ય શાળા માં બાળકો ને અભ્યાસ માટે મોકલી રહ્યા છે. આ સ્થિતિ જિલ્લાના મોટા ભાગની શાળાની છે. જિલ્લામાં જીરો શિક્ષક વાળી નવ જેટલી શાળા આવેલ છે. તે કેટલીક શાળામાં શિક્ષકો ની ઘટ જોવાઈ રહી છે.
નસવાડી તાલુકા માંજ નવ શાળા જીરો શિક્ષક થી ચાલે છે. તો 147 શાળા એકજ શિક્ષકથી ચાલે છે. જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. તેમાં અગ્રીમતાથી શિક્ષકોની ભરતી કરવામાં આવશે .

Related posts

કવાંટ તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં આદિવાસી પરંપરા સાથે વિદાય આપી.

admin

મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

admin

નસવાડીના મેઈન બજારમાં સંસ્થા નામે દાન ઉઘરાવતી છોકરીઓ પર શંકા, સાચાઈ પર પ્રશ્નચિહ્ન

admin

Leave a Comment