વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબ ના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની ઉમદા પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ સહયોગ વિસાવદર તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર, રાવણી (કુબા ) પ્રાથમિક શાળા તેમજ સુખપુર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્રો તેમજ પ્રથમ , દ્વિતીય તેમજ તૃતિય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સનમાનિત કરવામાં આવેલ સાથે પે. સેન્ટર કન્યા શાળા વિસાવદર બાલવાટિકા ની બાળાઓ તેમજ સુખપુર અને રાવણી ( કુબા) પ્રાથમિક શાળા ના ધોરણ 1 તેમજ બાલવાટિકા ના બાળકોને બિસ્કિટ પેકેટ નાસ્તામાં પીરસવામાં આવેલ સાથે પે. સેન્ટર કન્યા શાળા વિસાવદર, સુખપુર પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળાના ધોરણ 3 થી 8 ના ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને તેમજ દાધિયાપરા પ્રાથમિક શાળા ના ધોરણ 3 થી 5 મા પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરી લાયન લાયન વર્ષ 2025/26 ના ” NEED BASE SERVICE PLUS ” સ્લોગન ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ. રિપોર્ટર લલિત ચાવડા તાલાળા
previous post

