30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિવિધ કાર્યક્રમ સંપન્ન.

વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ, મિડલ સ્કૂલ ભલગામ (મોટા) , મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળા તેમજ જાંબુડા પ્રાથમિક શાળા ખાતે ભારતીય પ્રાણીવિદ્ અને કાંકરિયા તળાવ અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમજ બાલવાટિકાના સ્થાપક” રૂબેન ડેવિડ ” જન્મજયંતી, ગુજરાતી ભાષા ના જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર “હરીન્દ્ર દવે” જન્મજયંતી તેમજ ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી ” સુનીતા વિલિયમ્સ ” જન્મદિવસ ” ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સંવાદ યોજી નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ ૨૦૨૫/૨૬ સ્લોગન ” નીડ બેઝ સર્વિસ પ્લસ ” ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ

Related posts

વિસાવદર ખોડિયાર પરા ખાતે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીના મહા નિર્વાણ દિવસે ભાવભીની શ્રદ્ધાંજલિ

admin

વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા બાળકો માટે સેવા પ્રવૃત્તિ રૂપે નાસ્તા વિતરણનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment