વિસાવદર લાયન્સ કલબ દ્વારા બાળકો માટે સેવા પ્રવૃત્તિ રૂપે નાસ્તા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તથા કલબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન-11 લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
આ અંતર્ગત વિસાવદરની ખોડીયારપરા, દાધિયાપરા, ગોરખપુર(સીમ), સરસઈ પ્લોટ, મોણીયા પ્લોટ, ગાયત્રી પ્લોટ, જીવાપરા તથા ગંજીવાડા સહિતની વિવિધ પ્રાથમિક શાળાઓ અને દાધિયાપરા આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નાસ્તા રૂપે પારલે ક્રેકઝેક બિસ્કીટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું.
લાયન્સ વર્ષ 2025-26ના સ્લોગન “નીડ બેઝ સર્વિસ પ્લસ”ને સાર્થક કરતી આ સેવા પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં આનંદ છવાઈ ગયો હતો.

