Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

દેલવાડામાં વરુણદેવને રીઝવવા વેપારીઓએ મંદિરમાં ધ્વજા ચઢાવી પ્રાર્થના કરી…

વેપારીઓ એ પોતાના વેપાર રોજગાર બંધ રાખી વરુણદેવને મનમુકી પધારવા પ્રાર્થના કરી…

સમગ્ર ગુજરાત માં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે જેમાં અષાઢ મહિનો શરૂ હોય અને ઉના તાલુકામાં વરસાદની અછત હોવાના લીધે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ દેલવાડા ગામના તમામ વેપારી બંધુઓએ સમસ્ત ગામ બંધ રાખી અને વાજતે ગાજતે ધૂન ભજન કરતા દેલવાડા ગામના તમામ મંદિરો પર શીશ ઝુકાવી તમામ મંદિરો પર ધ્વજા ચઢાવી વરુણદેવને રીઝવવા પ્રાર્થના કરી હતી. તેમજ બપોર બાદ દેલવાડા ગામની બહાર મચ્છુન્દ્રી નદી પાસે આવેલ ભીડભંજન મહાદેવના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવી હતી. અને વરુણદેવને મનમુકી ને પધારવા દેલવાડા ગામના વેપારી ભાઈઓએ અને ગ્રામજનોએ પ્રાર્થના કરી હતી. આ તકે ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ), તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, જીલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિશ્રી બાબુભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી દેવશીભાઈ મકવાણા, રાહુલભાઈ બાંભણીયા, ચનુભાઈ બાંભણીયા તેમજ વેપારી ભાઈઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.રિપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

ઉનાના દિવ્ય જ્યોત બ્લડ બેંક ઘ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસ ને લઈ સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા…

admin

ઉના અને ગીર ગઢડા તાલુકામાં વાતાવરણ પલટાયું – પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ

admin

Leave a Comment