હેલ્પિગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ અને સ્લમ વિસ્તારના બાળકો માટે સમા સાવલી રોડ સ્થિત ઉર્મિ સ્કૂલ ખાતે એકતાનો રંગ ઓફ યુનિટી અંતર્ગત ચિત્ર સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું
હેલ્પિગ હેન્ડ ફાઉન્ડેશન ને આજે દસ વર્ષ પૂરાં થતાં હોય આજરોજ શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલા ઉર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો તથા સ્લમ વિસ્તારના નોર્મલ બાળકો માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારના બાળકોમાં છૂપાયેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવી, પ્રોત્સાહિત કરવાનો છે.આ સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારોના બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યું છે

