43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના દરબાર ચોકડી વિસ્તારમાં યુવકનો આત્મહત્યાના પ્રયાસને ફાયર-પોલીસે નિષ્ફળ બનાવ્યો

વડોદરા શહેરના દરબાર ચોકડી વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ નજીક સ્થિત માતૃકા કોમ્પ્લેક્સના સાતમા માળાના ધાબા પર એક યુવક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક ધાબા પર ઉભો રહી આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો, જેને કારણે સ્થળ પર ભારે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું.
ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો દ્વારા ઘણી સમજણ અને મહેનત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા.
સદનસીબે યુવકને કોઈ ઇજા પહોંચી નથી અને તેને વધુ તપાસ અને કાઉન્સેલિંગ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

તા.01 જુલાઇથી અમલી બનેલા ત્રણ નવા કાયદા માટે વડોદરા શહેરના ત્રણ હજાર પોલીસને તાલીમ આપવામાં આવી

admin

માંજલપુર કુબેરેશ્વર પ્રાથમિક કન્યા શાળા ખાતે આજે પ્રવેશ ઉત્સવની ઉજવણી

admin

રામનવમી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના પૂજા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

admin

Leave a Comment