વહેલી સવારે ચાર વાગ્યે મહાદેવના દ્વાર ખુલતા ભાવિકો ની લાગી કતારો.
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને આવતી કાળથી શ્રાવણ માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને સાથે સાથે સોમવતી અમાસ બન્ને ના સંયોગ ને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના મંદિર ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વ્હેલી સવારે સોમનાથ મહાદેવ મંદિર ના દ્વાર ખુલતા ની સાથે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યો માથી આવેલા ભાવિકો મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે. તો સાથે સોમનાથ ટ્રસ્ટ ની વ્યવસ્થા ને લઈ ભાવિકો અલગ અનુભૂતિ કરી રહ્યા છે.
શ્રાવણ માસના અંતિમ સોમવાર ને લઈ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવિકો ની કતારો જોવા મળી હતી, અને સ્વાગત કક્ષ થી સોમનાથ મંદિર પહોંચતા અંદાજે બે કલાક જેવો સમય કતારો માં ઉભા રહેવું પડ્યું હતું. જોકે લાંબી કતારોમાં ઉભા રહેવા છતાં મહાદેવના દર્શન કરી ભાવિકો એ ધન્યતા અનુભવી હતી અને સાથે સોમવતી અમાસ બન્ને ને લઈ દૂર દૂર થી આવતા ભાવિકો પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે કારણ કે ગુજરાત સહિત દેશભરમાં શ્રાવણ માસ પૂર્ણ થયાના 15 દિવસ જેવો સમય થવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં આજે શ્રાવણ માસ પૂર્ણ થતાં દૂર થી આવતા ભાવિકો શિવમય બન્યા હતા. જયારે શ્રાવણ માસના અંતિમ સોમવાર ને વહેલી સવારથી બપોર સુધીમાં અંદાજે 35 હજાર થી વધુ ભાવિકો એ મહાદેવના દર્શન કર્યા તો ભગવાન નગર ચર્ચાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તો વ્હેલી સવારથી બપોર સુધીમાં અંદાજે 25 જેટલી ધ્વજા ઓ ભાવિકો દ્વારા ચઢાવવા આવી હતી અને આજે મહાદેવને પુષ્પ દર્શન નો શૃંગાર કરવામાં આવશે.
પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

