ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામે “કન્ટ્રક્શન ઓફ પડા પાદર ચેકડેમ કમ કોઝવે ઓન રીવલ રાવલ” યોજનાનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. અંદાજે રૂપિયા ૨ કરોડ ૧૨ લાખના ખર્ચે તૈયાર થનાર આ ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધ્રા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાલાલ કિડેચા સહિત સ્થાનિક રાજકીય તથા સામાજિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ચેકડેમ કમ કોઝવે બનતા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે અને પાણી સંચયમાં વધારો થશે. સાથે જ ગામના આવાગમન માટે પણ સુવિધામાં વધારો થવાથી ગ્રામ વિકાસને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

