Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અંડર 15 અને 17 વય જુથ કેટેગરીના વિજેતાઓનું ઇનામ વિતરણ

યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અંડર 15 અને 17 વય જુથ કેટેગરીના વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં.
ગિરીશ પટેલ (પ્રમુખ, બરોડા બેડમિન્ટન એસોસિએશન), રાકેશ રસાણીયા (માનદ મંત્રી, બરોડા બેડમિન્ટન એસોસિએશન) એ જણાવ્યું હતું કે, તારીખ 19 જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોનેક્સ સનરાઈઝના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 850 જેટલા બેડમિન્ટન ખેલાડી ભાઈઓ અને બહેનોએ વિવિધ વય જૂથમાં ભાગ લીધો હતો. જેમાં અંડર 11,13,19 અને ઓપન કેટેગરીની કુલ 28 ઈવેન્ટ હતી આજ રોજ અંડર 15 અને 17 વય જુથ કેટેગરીના કુલ 10 ઈવેન્ટના સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર વિજેતા ખેલાડીઓને પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા.
અંડર 15 વયના નાના બેડમિન્ટનના ખેલાડી ભાઈઓ અને બહેનોને પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા ટ્રોફી એનાયત કરતી વખતે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ વખતે મુખ્ય મહેમાન વડોદરાના લોકસભાના સાંસદ ડૉ. હેમંગ જોષી અને વોર્ડ નંબર ૨ ના મ્યુનિસિપલ કાઉન્સિલ૨ મહાવીરસિંહ રાજપુરોહિત સહિતના મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું પ્રોત્સાહન વધાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે આ ખેલાડીઓ ગુજરાત અને વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે. પણ આવનારા દિવસોમાં તેઓ દેશનું નામ પણ રોશન કરશે તેવી આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

વડોદરા શહેરની રેસ્ટોરન્ટમાં ઘૂસીને 4 શખ્સોએ રેસ્ટોરન્ટ માલિક સાથે ઝપાઝપી કરીને તોડફોડ કરી

admin

વડોદરા મહાનગર પાલિકામાં દર અઠવાડિયે મળતી રીવ્યુ બેઠક આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના ના અધ્યક્ષતામાં મળી

admin

ડભોઇ ખાતેના સ્વદેશી મેળામાં “સંગીત સંધ્યા” નું આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment