33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની રેસ્ટોરન્ટમાં ઘૂસીને 4 શખ્સોએ રેસ્ટોરન્ટ માલિક સાથે ઝપાઝપી કરીને તોડફોડ કરી

જે હાથમાં આવ્યું તે લઈને ફેંકવા લાગ્યા, LIVE દૃશ્યો
‘મેં જે કામ કર્યું તેના પૈસા આપી દે, નહીં તો હું તોડફોડ કરીશ’ તેમ કહ્યા બાદ વડોદરાની રેસ્ટોરન્ટમાં ઘૂસીને 4 શખ્સોએ માલિક સાથે ઝપાઝપી કરીને તોડફોડ કરી

વડોદરા શહેરની રેસ્ટોરન્ટમાં ઘૂસીને 4 શખ્સોએ રેસ્ટોરન્ટ માલિક સાથે ઝપાઝપી કરીને તોડફોડ કરી હતી. આરોપીઓ જે હાથમાં આવ્યું તે લઈને મારવા ફેંકવા હતા અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે આ અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના જેતલપુર રોડ કરીમ નામની રેસ્ટોરન્ટ ચલાવતા વિશાલ શ્યામ છાબરીયાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી રેસ્ટોરન્ટમાં ફર્નિચર, કલરકામ અને સાફ-સફાઈનું કામ કરાવવાનું હતું. આ માટે મેં મારા મિત્ર સોનિત દ્વારા સુરેશ નામના વ્યક્તિનો સંપર્ક મેળવ્યો હતો. સુરેશ સાથે વાતચીત થઈ હતી અને તેણે રેસ્ટોરન્ટમાં કલરકામ, ફર્નિચર અને સાફ-સફાઈનું કામ 1.50 લાખ રૂપિયામાં કરવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ તેણે જાન્યુઆરી મહિનામાં કામ શરૂ કર્યું હતું, પરંતુ ફેબ્રુઆરીમાં તેનો અકસ્માત થતાં હાથ ફ્રેક્ચર થયું હતું અને તેણે કામ અધૂરું મૂકી દીધું હતું. તેના દ્વારા કરાયેલા કામના 1.10 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા અને બાકીના 40 હજાર રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું.

આ દરમિયાન સુરેશ સુદામ શેગર તરફથી મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, તે મારી રેસ્ટોરન્ટ પર આવ્યો છે અને તેણે કરેલા કલરકામ અને સાફ-સફાઈના કામના પૈસા આપી દો, જેથી હું મારી પત્ની સાથે રેસ્ટોરન્ટ પર ગયો હતો. જ્યાં જઈને મેં જોયું તો સુરેશ અને તેની સાથેના અન્ય ત્રણ વ્યક્તિઓ રેસ્ટોરન્ટની અંદર હાજર હતા.

સુરેશે મને કહ્યું હતું કે, મેં જે કામ કર્યું તેના પૈસા આપી દે, નહીં તો હું તોડફોડ કરીશ. મેં તેને કહ્યું હતું કે, તું બાકી રહેલું કામ પૂરું કર, પછી પૈસા આપી દઈશ. આ સાંભળી સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને મને ગાળો આપવા લાગ્યો હતો. તે અને તેની સાથેના ત્રણ વ્યક્તિઓએ મારી સાથે ઝપાઝપી કરી અને મને મોઢાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી.

આ ઉપરાંત, તેમણે તોડફોડ કરીને રેસ્ટોરન્ટમાં રાખેલા લેપટોપ અને ફ્રીજને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ કાચની બનાવેલી દિવાલની તોડફોડ કરી હતી. આ ઘટના અંગે સુરેશ સુદામ શેગર અને તેની સાથેના અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવા વિનંતી છે.

Related posts

ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ ખાતે લેક્ચર ડેમોસ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક અભ્યાસક્રમ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

વડોદરા શહેરનાં સેવાસી ભાયલી રોડ આવેલા પાર્ટી પ્લોટ ખાતે વડોદરા બાર એસોસિયેશન દ્વારા વકીલ મિત્રો તેમજ તેમના પરિવાર માટે રાત્રિ આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment